ગુપ્તયુગ અને અન્ય શાસકો

ઈસુની ત્રીજી સદીમાં મગધમાં પ્રભાવશાળી ગુપ્તવંશની સ્થાપના થઈ. ગુપ્તયુગ દરમિયાન ભારતમાં રાજકીય એકતા, શાંતિ, સુરક્ષા અને વિકાસ થયો હોવાથી ગુપ્તયુગને ભારતનો 'સુવર્ણયુગ' કહેવાય છે.


ચંદ્રગુપ્ત પહેલો
-શ્રી ગુપ્તે મગધમાં ગુપ્તવંશની સ્થાપના કરી. તેનો પુત્ર ઘટોત્કચ હતો. તેનો અનુગામી ચંદ્રગુપ્ત ઈ.સ. 319 માં પાટલીપુત્રની ગાદીએ આવ્યો. તેનાં લગ્ન લિચ્છવી જાતિની રાજકન્યા કુમારદેવી સાથે થયેલા. ચંદ્રગુપ્તે મગધને મહારાજ્ય બનાવી અને મહારાજાધિરાજનુંબિરુદ ધારણ કર્યું
-તેના સમયથી 'ગુપ્ત સંવત'નો પ્રારંભ થયો. લક્ષ્મી અને લિચ્છવીય શબ્દ તેના સિક્કા પરથી મળી આવે છે.
     ચંદ્રગુપ્તે પ્રયાગરાજ અને અયોધ્યા જીતી મગધ સામ્રાજ્યનો વિસ્તાર વધાર્યો. ગુપ્ત સંવતથી હિંદના ઈતિહાસમાં કાળગણના અને ઐતિહાસિક બનાવોની ગોઠવણી શક્ય બની.

સમ્રાટ સમુદ્રગુપ્ત

ચંદ્રગુપ્ત પ્રથમ પછી તેનો પુત્ર સમુદ્રગુપ્ત ગાદીએ આવ્યો. ગંધાર (અઠવાનિસ્તાન) સુધી તેણે રાજ્યવિસ્તાર કર્યો.

દક્ષિણના 12 રાજાઓને તેણે હરાવ્યા. સમુદ્રગુપ્તે રાજાઓને હરાવી તેમના રાજયોને ખાલસા કરવાને બદલે તેઓને ખંડિયા રાજાઓ તરીકે પુનઃસ્થાપિત કર્યા હતાં.

વિન્સ્ટન સ્મિથે સમુદ્રગુપ્તને 'ભારતના નેપોલિયન' કલાં છે.

સમદ્ર ગુપ્તનો સિક્કો

તેણે અનેક કાવ્યોની રચના કરી 'કવિરાજ'નું બિરૂદ મેળવ્યું હતું. તેને સંગીત અને સાહિત્યરસિક પ્રત્યે અનુરાગ હતો. એક સિક્કામાં સમુદ્રગુપ્તને વીણાવાદન કરતો દર્શાવાયો છે જે તેમની સંગીતપ્રેમી તરીકેની ઓળખ આપે છે.

સમુદ્રગુપ્તના સમયની માહિતી પ્રયાગરાજના સ્તંભલેખ (પ્રયાગ પ્રશસ્તિ) અને તેના સિક્કાઓમાંથી મળે છે. આ પ્રશક્તિ રાજકવિ હરિષેણે રચી છે. જેમાં સમ્રાટ સમુદ્રગુપ્તના વિજયો અને સાંસ્કૃતિક સિદ્ધિઓ વર્ણવી છે.

સમુદ્રગુપ્તના શાસનકાળમાં અનેક મંદિરો, બૌદ્ધ વિહારો અને જેન ઉપાશ્રયો બંધાયાં હતાં. તેણે અશ્વમેઘ પજ્ઞ કર્યો હતો. આ સંદર્ભે તેણે સિક્કા પડાવ્યા હતાં. ગુપ્ત સામ્રાજ્યની મહત્તાનો તે સર્જક હતો.

પ્રયાગ પ્રસસ્તિ

સમ્રાટ ચંદ્રગુપ્ત બીજો (વિક્રમાદિત્ય)

ઈ.સ. 375 ના સમયગાળામાં સમુદ્રગુપ્ત મૃત્યુ પામતા તેનો પુત્ર ચંદ્રગુપ્ત બીજો રાજા થયો. તેનું મૂળનામ 'દેવગુપ્ત' હતું છતાં તે વિક્રમાદિત્ય તરીકે વધુ જાણીતો થયો.

શક ક્ષત્રપોને હાંકી કાઢવા માટે શક્તિશાળી રાજ્યો સાથે લગ્નસંબંધો બાંધી તેમની મદદથી પોતાનું સૈન્યબળ વધાર્યું.

તેમણે 300 વર્ષ જૂના શક ક્ષત્રપ શાસનનો અંત આણ્યો તેથી તેને 'સકારી'નું બિરૂદ મળ્યુ હતું.

- તે ખૂબ જ પરાક્રમી હોવાથી 'વિક્રમાદિત્ય' પણ કહેવાયો. તેણે વિક્રમ સંવત'નો આરંભ કર્યો હતો.

પાડોશી દેશો સાથેના લગ્નસંબંધો બાંથી તેણે પોતાના સામ્રાજ્યના વિસ્તાર અને સૈન્યબળ વધાર્યુ જે દુશ્મનોને મહાત કરવામાં ખૂબ ઉપયોગી હતાં. ગુજરાત અને સૌરાષ્ટ્રના સમૃદ્ધ પ્રદેશો, ભૃગુકચ્છ (ભરૂચ) અને સ્થંભતીર્થ (ખંભાત)ના બંદરો ગુપ્તોને મળતા દરિયાઈ વેપાર વધ્યો અને ગુપ્ત રાજાઓ અખૂટ સંપત્તિના માલિક બન્યાં.

પ્રથમ ચીની પ્રવાસી ફાતિયાને ચંદ્રગુપ્ત બીજાનો ઉલ્લેખ કર્યો છે.

વૈષ્ણવધર્મી છતાં તે બધા ધર્મોને માન આપતો હતો. તેનો સેનાપતિ આપ્રકાર દેવ બૌદ્ધધર્મી હતો જ્યારે રાજ્યમંત્રી વરસેન શૈવધર્મી હતો. તેનો સમયગાળો ગુપ્તયુગનો 'સર્વભ્રયુગ' કહેવાય છે.

વિક્રમાદિત્યના દરબારમાં મહાકવિ કાલિદાસ, વૈજ્ઞાનિક વરાહમિહિર, વૈતાલ ભટ્ટ. અમરસિંહ જેવાં વિદ્વાન રત્નો હતાં.

રાજધાની પાટલીપુત્રમાં અનેક ભૌદ્ધ મઠો આવેલા હતાં. દિલ્લી પાસે મેહરોલી લોહસ્તંભચંદ્રગુપ્ત બીજાના સમયમાં બાંધવામાં આવ્યો હતો. જેને તાપ અને વરસાદમાં સહેવા છતાં કાટ લાગ્યો નથી. તેણે પાટલીપુત્ર ઉપરાંત ઉજજૈનને બીજી રાજધાની બનાવી. ઈ.સ. 414 ના અરસામાં તેમનું નિધન થયેલું.

મારોલી લોહસ્તંભ

કુમારગુપ્ત પહેલો

ચંદ્રગુપ્ત બીજાનો પ્રતાપી પુત્ર કુમારગુપ્ત પહેલો ચંદ્રગુપ્તના અવસાન પછી ગાદીએ આવ્યો. કુમારગુપ્ત ભગવાન કાર્તિકિયનો ભક્ત અને ધર્મસહિષ્ણુ રાજા હતો.

Ari સમયમાં નાલંદાની પ્રસિદ્ધ વિદ્યાપીઠની स्थापना અજંતાની ગુફાઓ તૈયાર થઈ હતી.

નાલંદા વિદ્યાપીઠ

Comments

Popular posts from this blog

આદિમાનવથી સ્થાયી જીવનની સફર

પ્રાચીન નગરો અને ગ્રંથો