આદિમાનવથી સ્થાયી જીવનની સફર

 આદિમાનવ - ભટકતું જીવન=આશરે 20 લાખ વર્ષ પહેલા આદિમાનવો ભટકતું જીવન જીવી શિકાર કરીને પોતાનો સમય વ્યતીત કરતાં એટલે માનવીની આ અવસ્થાને Hunter and Gatherers (શિકાર કરવો અને ખોરાક એકઠો કરવો) કહેવામાં આવે છે.


ભારતમાં આદિમાનવના વસવાટનાં સ્થળો=પુરાતત્વશાસ્ત્રીઓ, નૃવંશશાસ્ત્રીઓ અને ઈતિહાસકારોએ આદિમાનવના વસવાટનાં અનેક સ્થળો શોધી કાઢયાં છે. તેમજ પથ્થર, લાકડાં અને હાડકાનાં ઓજારોની માહિતી મેળવી છે. શિકારી અને ભટકતું જીવન જીવતા માનવો પથ્થરની ટેકનોલોજી સાથે સંકળાયેલા હોવાથી આ સમયને પાષાણયુગ કહેવામાં આવે છે.


પાષાણકાલીન માનવ વસાહતો=મધ્યપ્રદેશમાં નર્મદા નદીની આસપાસના ક્ષેત્રમાં ભીમબેટકા નજીક આદિમાનવોની વસાહત મળી છે.

આ ભીમબેટકાની (મધ્યપ્રદેશ) ગુફાઓમાં આદિમાનવે દોરેલા ! પલીઓ, હરણ, લાકડાંના ભાલા, વૃક્ષો જેવા લગભગ 500 જેટલા પ્રાકૃતિક રંગોવાળા ચિત્રો મળી આવ્યા છે

મધ્ય ભારતમાં વિંધ્ય પર્વતમાળામાં અનેક જગ્યાઓ પર વસાહતો મળી છે.


અગ્નિ તથા ચક્રની શોધ અને ઉપયોગ=દક્ષિણ ભારતના આંધ્રપ્રદેશમાં કુર્નૂલમાંથી રાખના અવશેષો મળ્યા છે જે દર્શાવે છે કે તેઓ અગ્નિથી પરિચિત હશે. આજથી લગભગ 11000 વર્ષ પહેલાથી માનવી અગ્નિનો ઉપયોગ કરતો હશે તેવું ઈતિહાસકારો જણાવે છે.

અગ્નિના ઉપયોગથી માનવી પ્રકાશ, ઊર્જા અને જંગલી પશુઓથી પોતાનું રક્ષણ કરતાં તથા ખોરાકને શેકીને ખાતાં શીખ્યો.

હાચક્રની શોધ થતાં માનવીનું આવાગમન સરળ બન્યું.


બદલાતું પર્યાવરણ, ખેતી અને પશુપાલન=અનાજના સંગ્રહ માટે માનવીએ માટીના માટલાં ઘડાં બનાવ્યાં તેમજ તેના ખોરાક, પોશાક અને રહેઠાણમાં પણ પરિવર્તન આવ્યું. પથ્થર નિર્મિત ખેતીના ઓજારો ખુરપી, છીણી અને અંતરડાનાં પુરાવાં મળી આવે છે.

Comments

Popular posts from this blog

પ્રાચીન નગરો અને ગ્રંથો