પ્રાચીન નગરો અને ગ્રંથો

 હડપ્પીય સભ્યતાને આપણે સિંધુખીણની સામ્યતા તરીકે પણ ઓળખીએ છીએ. સિંધુખીણની સભ્યતાના લોકો શહેરી સમાજજીવન જીવતા હતાં.

- વર્ષ 1921માં સૌ પ્રથમ હડપ્પામાંથી ત્યારબાદ અનુક્રમે ઉત્તરપશ્ચિમ ભાગમાં મોહેં-જો-દડો, ધોળાવીરા, કાલીબંગાન અને રાખીગઢીની સોધ થઈ

=વિશેષ

-સિંધ અને પંજાબમાંથી ઈ.સ 1920-21માં ખોદકામ કરતાં બે નગરો મળ્યાં.જેમાં ઈ.સ. 1921માં દયારામ સહાનીના અધ્યક્ષતા હેઠળ રાવી નદીના કિનારેથી હડપ્પા તથા ઈ.સ. 1922માં રખાલદાસ બેનર્જીના અધ્યક્ષતા હેઠળ સિંધ પશુપતિ નાથની મુટા નદીના કિનારેથી મોહે-જો-દડો (મરેલાનો ટેકરો) સૌપ્રથમ ભારતમાં શોધાયાં.

- ઈ.સ. 1924માં અંગ્રેજ અધિકારી જહોન માર્શલે આ સંસ્કૃતિને “સિંધુ સંસ્કૃતિ'નું નામ આપ્યું. આ બંને નગરો હાલ પાકિસ્તાનમાં

-દેશની આઝાદી પછી સૌથી વધારે પ્રાચીન નગરો ગુજરાતમાંથી શોધાયા છે.


                                        નગર રચના 

=આયોજનબદ્ધ નગરો

-આયોજનબદ્ધ નગરો આ સભ્યતાની મોટી લાક્ષણિકતા હતી. પશ્ચિમ તરફ કિલ્લો અને પૂર્વ તરફ સામાન્ય પ્રજાની વસાહતો, વચ્ચે રાજમાર્ગ આવતો. કિલ્લાની ફરતે કોટ હતો. કિલ્લામાં શાસકો રહેતાં. પૂરથી બચવા ઊંચા ઓટલા પર મકાનો બાંધવામાં આવતાં જેનું મુખ્ય દ્વાર રસ્તા પર પડવાને બદલે અંદર તરફ પડતું. એકથી વધુ માળના પકવેલ ઈટોવાળા મકાનો જોવા મળતા.

=રસ્તાઓ

- શહેરના બે મુખ્ય રાજમાર્ગો ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ સમાંતર કાટખૂણે શેરીઓને વિભાજિત કરતા.

=ગટર વ્યવસ્થા

- મકાનમાં પાણી નિકાલ નાની ગટરમાંથી મોટી ગટર તરફ અને મોટી ગટરમાંથી નગર બહાર લઈ જવાની નીક મળી આવે છે.

=જાહેટ સ્નાનાગાર

- મોહેં-જો-દડોમાં જાહેર સ્નાનગાર મળી આવ્યું છે જ્યાં ઉત્સવો કે ધાર્મિક પ્રસંગોએ નગરજનો તેની ઉપયોગ કરતાં હોવાનું જણાય છે. પંજાબના મોંટગોમરી જિલ્લા (હાલ પાકિસ્તાન)માં આવેલ છે. અહીં, રાવી નદીના કિનારે 12 મોટા અન્નભંડારો મળી આવ્યાં છે.

વિશેષ : કાલીબંગન

- રાજસ્થાનનું કાલીબંગન હડપ્પીય સભ્યતાની કૃષિક્રાંતિનું મુખ્યમથક હતું. અહીં, ખેડેલાં ખેતરોના અવશેષો તેની સાબિતી પૂરી પાડે છે. તાંબાના અવશેષો પરથી પુરવાર થાય છે કે લોકો તાંબાના ઓજારોનું નિર્માણ કરી તેને કૃષિક્ષેત્રે ઉપયોગમાં લેતાં હશે.

=ગુજરાતમાં હડપ્પીય સભ્યતાનાં સ્થળો

- ગુજરાતમાં સુરેન્દ્રનગર જિલ્લામાં રંગપુર (હાલ અમદાવાદ), અમદાવાદ જિલ્લામાં લોથલ, રાજકોટ જિલ્લામાં રૉજડી (શ્રીનાથગઢ), કચ્છ જિલ્લામાં દેશલપર, ધોળાવીરા, સૂરકોટડા, જામનગર જિલ્લામાં લાખાબાવળ, આમરા અને ભરૂચ જિલ્લામાં કીમ નદીના કિનારે ભાગાતળાવ વગેરે પ્રદેશોમાં હડપ્પીય સભ્યતાની નાનીમોટી વસાહતો મળી આવી છે.

=લોથલ

- ઈ.સ. 1954 માં એસ. આર. રાવના અધ્યક્ષપણા હેઠળ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં ભોગાવો અને સાબરમતી નદીઓની વચ્ચે આ નગરની શોધ થઈ. અહીં માનવવસાહત માટેના ત્રણ ઘર મળી આવ્યાં છે.

- તે સમયનું આર્થિક નગર તથા આંતરરાષ્ટ્રીય સમુદ્રી વેપાર માટે જાણીતુ હતું. વહાણ લંગારવા માટે ડોકયાર્ડ'(બંદરનો ધક્કો) મળી આવ્યાં છે.

- મોતી, મણકા બનાવવાની ફેકટરી પણ મળી આવેલી છે.





Comments

Popular posts from this blog

આદિમાનવથી સ્થાયી જીવનની સફર