સરકાર
સરકાર એટલે
-15 દેશનું કે રાજ્યોનું તંત્ર સરકાર ચલાવે છે. સરકાર ચૌશા 9 બંધારણને કેન્દ્રમાં રાખી કાયદો બનાવનારી અને તેને ચાક -10 / અમલમાં મુકાવનારી સંસ્થા છે.
લોકશાહી શાસનવ્યવસ્થા એટલે ?
લોકોથી લોકો વડે અને લોકો માટે ચાલતી શાસનવ્યવસ્થાને બોકશાહી શાસનવ્યવસ્થા કહેવામાં આવે છે. દુનિયામાં સૌથી મોટી લોકશાહી અને વિશ્વમાં સૌથી વધુ મતદારો ધરાવતો ભારત દેશ લોકોના મતદાન વડે ચાલે છે. લોકશાહી વ્યવસ્થામાં સ્થાનિક સરકાર રાજવ સરકાર, રાષ્ટ્રીય સરકાર કાર્ય કરે છે.
સરકારનાં પ્રકાર
દુનિયામાં સરકારના સંદર્ભે સરકાર અને તેની રચનાને આધારે સરકાર કે શાસનવ્યવથામાં વિવિધ પ્રકાર જોવા મળે છે. દુનિયાના દેશોમાં કાર્યરત વિવિધ વ્યવસ્થામાં જોવા મળતા સરકારના પ્રકારો નીચે મુજબ છે :
3 લોકશાહી સરકાર
આ પ્રકારના શાસનમાં લોકો મતદાન દ્વારા [ પોતાનો પ્રતિનિધિ [ ચૂંટે છે. ચૂંટણીમાં વિજેતા ઉમેદવારો દ્વારા સરકારનું નિર્માણ થાય છે.
લોકશાહી શાસન વ્યવસ્થામાં લોકોને કેન્દ્રમાં રાખી સરકાર કાર્ય કરે
સંસદીય લોકશાહી વ્યવસ્થામાં ચૂંટાયેલ પ્રતિનિધિ દ્વારા મુખ્યમંત્રી કે વડાપ્રધાનની પસંદગી થાય છે. ભારતમાં સંસદીય લોકશાહી વ્યવસ્થા છે.
દુનિયાના કેટલાક દેશોમાં પ્રમુખશાહી લોકશાહી વ્યવસ્થા જોવા મળે છે. જેમકે અમેરિકા
લોકશાહી સરકારમાં ચૂંટાયેલી સરકારની સામાન્ય મુદત 5 વર્ષ હોય
J સામ્યવાદી સરકાર
આ પ્રકારના શાસનમાં બધાને સામ્યતા કે સરખાપણાને વિશેષ મહત્વ આપવામાં આવે છે.
સામ્યવાદને આધારે કાર્યરત સરકાર સામ્યતા અને સમાનતાને જોરવણે શાસન વ્યવસ્થાનું સંચાલન કરે છે.
વિશ્વના અમુક દેશોમાં સામ્યવાદી વિચારધારાને આધારે કાર્યરત સરકાર જોવા મળે છે.
વ્યક્તિગત કે બળજબરીથી શાસન ચલાવનાર કેટલાક શાસકો સામ્યવાદથી દૂર જઈ રાજાશાહી કે વ્યક્તિકેન્દ્રી શાસન કરે છે.
વિશ્વમાં સામ્યવાદી વિચારધારાને 'ડાબેરી વિચારધારા' તરીકે ઓળખવામાં આવે છે.
O રાજાશાહી સરકાર
આ પ્રકારના શાસનમાં શાસક તરીકે કોઈ એક વ્યક્તિ શાસન કરે છે. મોટાભાગે રાજાશાહી વ્યવસ્યામાં શાસક એટલે કે રાજાનું પદ વારસામાં મળે છે.
આ શાસનમાં લોકોને પોતાના શાસક ચૂંટવાનો અધિકાર હોતો નથી. એક વ્યક્તિ દ્વારા લેવાયેલો નિર્ણય આખરી માનવામાં આવે છે.
સરકારનાં કાર્યો
સરકાર સંચાલક મંડળ છે. તે વહીવટ ચલાવે છે. શિક્ષણ, સ્વાસ્થ્ય, હોસ્પિટલો, પોસ્ટ, રેલવે સેવા, વાહનવ્યવહાર, ન્યાયાલય વગેરેને લગતાં કાર્યો કરે છે.
આર્થિક તથા સામાજિક સમસ્યાઓના ઉકેલનું કાર્ય કરે છે. બીજા દેશો સાથે શાંતિપૂર્ણ સંબંધ રાખે છે.
સરકાર અને કાયદો
સરકારનું કામ કાયદા બનાવવાનું છે. સરકારના કાયદાને લોકો પડકારી પણ શકે છે. પોતાના અધિકારો અને થયેલ અન્યાયો સામે લોકો અદાલતોનો સહયોગ મેળવી શકે છે.
અદાલત સરકારને વિવિધ મુદ્દાઓ માટે સૂચન કે આદેશ કરી શકે છે.
સત્તા વિશ્લેષણનો સિદ્વાંત
સત્તા વિશ્લેષણના સિદ્ધાંત અંતર્ગત સરકારના ત્રણેષ અંગોના કાર્યો અકેબીજાથી ભિન્ન હોય છે. એટલે કે જુદાં જુદાં અંગોના કાર્યો જુદી જુદી વ્યક્તિઓ દ્વારા કરવામાં આવે છે. આમ, સત્તા વિશ્લેષણ થવાથી સત્તાના બેફામ ઉપયોગની સંભાવના ઘટે છે તેમજ સરકારનો વહીવટ સરળ અને કાર્યક્ષમ બને છે. ઉ.દા. ધારાસભાને કાયદો ઘડવાની સત્તા છે. તે તેનો દુરઉપયોગ ન કરે તેના માટે કારોબારી અને ન્યાયતંત્રને કેટલીક એવી સત્તા હોય છે કે તે ધારાસભાને નિયંત્રણમાં રાખે છે. તેવી જ રીતે, કારોબારી પર ધારાસભા અને ન્યાયતંત્ર દ્વારા અંકુશ મૂકવામાં આવે છે તેમજ ન્યાયતંત્રને ધારાસભા અને કારોબારી પર નિયંત્રણ મૂકવાની કેટલીક સત્તા આપવામાં આવી છે.
Comments
Post a Comment