શાંતિની શોધમાં : બુદ્ધ અને મહાવીર
ઈ.સ. પૂર્વે છઠ્ઠી સદીમાં સમાજ અને ધર્મક્ષેત્રે પ્રવેશેલા કુરિવાજો સામે સામાજિક અને ધાર્મિક-સુધારણા માટે ભગવાન મહાવીર અને ભગવાન બુદ્ધે અનેક કાર્યો કર્યા તેમજ તે સમયની પ્રાદેશિક ભાષામાં ધર્મોપદેશ આપ્યાં
-ધર્મમાં રહેલા સડાને દૂર કરવા ભગવાન મહાવીરે 'માગધી/અર્ધમાગધી' તથા બુદ્ધે 'પાલિ' ભાષામાં ધર્મના ઉપદેશો આપ્યા હતાં.
ગૌતમ બુદ્ધ : પ્રારંભિક જીવન
-બૌદ્ધ જાતક કથાઓ અને બૌદ્ધગ્રંથો ત્રિપિટક (સૂત્તપિટક, વિનય પિટક, અભિધમ્મ પિટક)માંથી બુદ્ધ વિશેની માહિતી મળે છે. ગૌતમ બુદ્ધનો જન્મ ઈ.સ. પૂર્વે 563 માં નેપાળના કપિલ વસ્તુ નજીક લુમ્બિનીમાં થયો. તેમનું નાનપણનું નામ સિદ્ધાર્થ કે ગૌતમ હતું.
-ગૌતમ બુદ્ધના પિતા શુદ્ધોધન, માતા માયાદેવી (મહાદેવી), પાલક માતા ગૌતમી પ્રજાપતિ, પત્ની યશોધરા તથા પુત્ર રાહુલ છે. કપિલવસ્તુની બાજુમાં આલારકલામ નામે સંતનો આશ્રમ આવેલો હતો. આલારકલામ તેમના ગુરુ હતાં. સિદ્ધાર્થ તેમના આશ્રમમાં જતા અને ધ્યાન ધરતા હતાં.
Comments
Post a Comment