મૌર્યયુગ : ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક

ભારતમાં મૌર્યવંશની સ્થાપના પહેલાના ઈતિહાસને આદ્ય ઈતિહાસ તરીકે ઓળખવામાં આવે છે.

ચંદ્રગુપ્ત મૌર્ય (ઈ.સ. પૂર્વે 321 થી ઈ.સ. પૂર્વે 297)
-તક્ષશીલાના કૌટિલ્ય ગૌત્રના આચાર્ય વિષ્ણુગુપ્ત (કોટિલ્ય/ચાણકય) ની તાલીમ અને માર્ગદર્શનથી ચંદ્રગુપ્ત મૌર્યએ ઈ.સ પૂર્વે 321માં નંદવંશના અંતિમ સમ્રાટ ધનાનંદને હરાવીને મગધની ગાદી સંભાળી મૌર્યવંશની સ્થાપના કરી હતી

-મૌર્ય સામ્રાજય ભારતનું પ્રથમ ઐતિહાસિક સામ્રાજય કહેવાય છે. ચંદ્રગુપ્ત મૌર્ય પ્રથમ ઐતિહાસિક સમ્રાટ ગણાય છે. પ્રાચીન ભારતના ઐતિહાસિક કાળનો આરંભમૌર્ય સામ્રાજય સાથે જોડાય છે.

-ચાણકય દ્વારા લખાયેલા 'અર્થશાસ્ત્ર' નામના ગ્રંથમાંથી તે સમયની રાજકીય, આર્થિક અને સામાજિક જીવનની માહિતી મળી રહે છે.

-સિકંદરના સૂબા સેલ્યુકસ નિકેટરને હરાવીને ચંદ્રગુપ્તે ચાર પ્રદેશો (1) કાબુલ (2) કંદહાર (3) હેરાત (4) બલુચિસ્તાન જીત્યા હતાં

-સેલ્યુકસ નિકેટરે પોતાની પુત્રી હેલેનાને ચંદ્રગુપ્ત સાથે પરણાવી અને પોતાના રાજદૂત મેંગેસ્થનિસને તેના દરબારમાં મોકલ્યો હતો.પાટલીપુત્રમાં રોકાણ દરમિયાન મેગેસ્થનિસે લખેલ પુસ્તક 'ઈન્ડિકા' માંથી મગધ સામ્રાજ્યના પાટનગર અને એના વહીવટ વિશેની અગત્યની અને આધારભૂત જાણકારી મળે છે.
રાજ્યવિસ્તાર
                                    મૌર્ય સામ્રાજ્ય


Comments

Popular posts from this blog

આદિમાનવથી સ્થાયી જીવનની સફર

પ્રાચીન નગરો અને ગ્રંથો